હિન્દુ ધર્મમાં વિવિધ ધાર્મિક વિધિઓમાં ફૂલોનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફૂલો વિના ધાર્મિક વિધિ, પૂજા, આરતી તેમજ કોઈ પણ જાત ના શુભ પ્રસંગ અધૂરા માનવામાં આવે છે. વેદ પુરાણોમાં એનો ઉલ્લેખ થયો છે. "दैवस्य मस्तकं कुर्यात्कुसुमोपहितं सदा।" એનો અર્થ એ કે દેવો નું મસ્તક હંમેશા પુષ્પો થી સુશોભિત રહેવું જોઈએ.
આમતો, કોઈ પણ દેવી દેવતા ને કોઈ પણ જાત ના ફૂલ ચઢાવી શકાય છે. પણ વેદો અને શાસ્ત્રો માં કયા દેવી દેવતાઓ ને કયું ફૂલ ચઢાવું જોઈએ એનો ખાસ કરી ને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોક માન્યતા એવી પણ છે કે એવો ને જો એમનું મનગમતું ફૂલ એમને ચઢાવામાં આવે તો ભગવાન ખુબ પ્રસન્ન રહે છે અને દરેક જાતની મનોકામના પૂર્ણ કરે છે.
આજે, અમે તમને જણાવીશું કે કયા દેવી દેવતા ની પૂજા અર્ચના કયા ફૂલ થી કરવામાં આવે તો એમને પ્રસન્ન કરી ને એમના આશીર્વાદ મેળવી શકાય.
ભગવાન શિવ :-
શાસ્ત્રો માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભોળા નાથ ભગવાન શિવ ને ધતુરા નું ફૂલ અતિપ્રિય છે. એટલે ભગવાન શિવ ની કોઈ પણ જાત ની પૂજા અર્ચના કરવામાં આવે તો ધતુરા ના ફૂલ નો ઉપયોગ ખાસ કરી ને કરવો જોઈએ. એ સિવાય પારિજાત અને નાગકેશર ના સફેદ ફૂલ ને પણ ઉત્તમ ગણવામાં આવે છે.
ભગવતી માં ગૌરી :-
માં ગૌરી એટલે શંકર ભગવાન ના અર્ધાંગિની. શંકર ભગવાન ને ચઢાવામા આવતા દરેક પુષ્પ માં ગૌરી ને પ્રિય હોય છે. તદુપરાંત સફેદ કમળ, ચંપા અને પલાશ ના ફૂલ પણ ચઢાવી શકાય છે.
ભગવાન વિષ્ણુ :-
વિષ્ણુ પુરાણ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિષ્ણુ ભગવાન ને કમળ અતિપ્રિયછે. એ ઉપરાંત કદંબ, ચમેલી, કેવડો, જુહી, અશોક, માલતી, વાસંતી પુષ્પ ચઢાવાનો પણ ઉલ્લેખ છે. ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માં તુલસી પત્ર નું પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. ભગવાન ને તુલસી અતિપ્રિય છે. ધતુરા અને આંકડા નુ ફૂલ વિષ્ણુ ભગવાન ને ચઢાવામા આવતું નથી.
લક્ષ્મી માતાજી :-
વિષ્ણુ ભગવાનના પત્ની એવા માં લક્ષ્મી ને કમળ નું ફૂલ ખુબજ પ્રિય છે. તદુપરાંત લાલ રંગ નું ગુલાબ અને પીળારંગ ના ફૂલ થી પણ માતા ને પ્રસન્ન કરી શકાય છે.
માં સરસ્વતી :-
દેવી સરસ્વતી ને વિદ્યા ની દેવી માનવામાં આવે છે. સરસ્વતી દેવીનું પૂજા અર્ચના સફેદ રંગ ના ગુલાબ અથવા તો પીળા રંગ ના ગલગોટા ફૂલ થી કરવામાં આવે તો સરસ્વતી માં ને પ્રસન્ન કરી શકાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ :-
પલાશ, માલતી અને વનમાળા ના ફૂલ ભગવાન શ્રી કૃષ્ણ ને ખુબ પ્રિય છે. એનો ઉલ્લેખ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારત માં કરેલો છે.
ભગવાન શ્રી ગણેશ :-
પ્રથમ પૂજ્ય એવા ગજાનન્દ ગણપતિ મહારાજ ને તુલસી પત્ર સીવાય દરેક ફૂલ ચઢાવી શકાય છે. ગણેશજી ને દુર્વા ખુબજ પ્રિય છે. દુર્વા ના ઉપર ના ભાગ માં જો ત્રણ અથવા તો પાંચ પાંદડીઓ હોય તો એને અતિઉત્તમ માનવામાં આવે છે.
હનુમાનજી :-
ચિરંજીવી એવા રામભક્ત હનુમાનજી ને આંકડા ના ફૂલ અતિપ્રિય છે. એ સિવાય લાલ રંગ નું ગુલાબ અથવા નો લાલ રંગ નું લગલગોટાં નું ફૂલ પણ ચડાવી શકાય છે.
મહાકાળી માં :-
મહાકળી માતાજી ને લાલ જાસુદ ના ફૂલ ખુબ પ્રિય છે. એમ માનવામાં આવે છે કે જો મહાકાળી માતાજી ની પૂજા અર્ચના ૧૦૮ લાલ જાસુદના ફૂલ થી કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે.
માં અંબા :-
અંબાજી માતા ની લાલ ગુલાબ કે લાલ રંગ ના જાસુદ થી કરવામાં આવતી પૂજા અર્ચના ને ગ્રંથો માં શ્રેષ્ટ માનવામાં આવી છે.
ભગવાન સૂર્યદેવ :-
જો સૂર્ય નારાયણ ભગવાન ની પૂજા તગર ના ફૂલ (જેમાંથી વેણી બનાવામાં આવે છે.) થી કરવામાં આવે તો ઉત્તમ માનવામાં આવે છે. એ સિવાય કમળ, પલાશ, ચંપા અને અશોક ના ફૂલ પણ એમને પ્રિય છે. સૂર્ય નારાયણ ભગવાન ને જળ અર્પણ કરતી વખતે આ ફૂલો નો ઉપયોગ કરી શકાય છે.
શનિ દેવ :-
સૂર્ય પુત્ર એવા શની દેવ ને લાજવંતી નું ફૂલ ચઢાવવું જોઈએ. એ ઉપરાંત કોઈ પણ આસમાની કે ભૂરા રંગ ના ફૂલ પણ શનિ મહારાજ ને અર્પણ કરી શકાય છે.
આપણે એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે જયારે પણ ભગવાન ની પૂજા, આરતી કે ધાર્મિક વિધિ કરતા હોઈએ ત્યારે પૂજા માં વપરાતા ફૂલો વાસી, સુકાં કે ચીમળાયેલા ના હોવા જોઈએ. જો આ પ્રકાર ના ફૂલો નો ઉપયોગ કરવામાં આવે તો ભગવાન નો અનાદર થયેલો ગણાય છે. માટે જયારે પણ ધાર્મિક કર્યો કરવામાં આવે ત્યારે ફૂલો હંમેશા તાજા, સ્વચ્છ અને સુગંધિત હોવા જોઈએ.
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ વાર્તા જરૂર થી શેર કરજો...
આવાજ સરસ લેખો અને આવનારા લેખો ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ "Chalo Kaik Janiye - ચાલો કંઈક જાણીયે" લાઈક કરો. ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને અમારા લેખો ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળશે.
ટિપ્પણી પોસ્ટ કરો