રામગોપાલ વર્માએ કર્યું અમિતાભ બચ્ચન માટે અનોખું ટ્વીટ્સ, કહ્યું હું તમારા માટે પ્રાર્થના નહીં કરું.........

બોલીવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમને પૂરો પરિવાર અત્યારે કોરોનાવાયરસ નો શિકાર થઇ ગયા છે. આ માહિતી ખુદ અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચને સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. આ માહિતી સોશિયલ મીડિયામાં આપ્યા બાદ આ ન્યુઝ વાયુવેગે ફેલાતા બોલિવૂડની તમામ મોટી મોટી હસ્તીઓ એ એમની પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જલ્દીથી સાજા થાય એ માટે કામના પણ કરી હતી.


આ બધી હસ્તીઓ વચ્ચે એક એવી પણ સેલિબ્રિટી છે જેણે અમિતાભ બચ્ચન માટે કંઈક અનોખી પ્રતિક્રિયા ટ્વીટ્સ મારફતે આપી.  અને એ છે બોલીવુડનાં  મશહૂર ડિરેક્ટર રામગોપાલ વર્મા......

રામગોપાલ વર્મા તેમના અનોખા માટે ટ્વીટ્સ માટે ખુબ જાણીતા છે. ફરી એક વાર તેમેણે પોતાના અલગ અંદાજ માં અમિતાભ બચ્ચના એ ટ્વીટ્સ માં પ્રતિક્રિયા આપી હતી જેમાં અમિતાભ બચ્ચને ખુદ પોતે (Covid-19) કોરોનાથી સંક્રમિત થયા નો ઉલ્લેખ કર્યો હતો.


રામગોપાલ વર્માએ પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે..
સરકાર, મને પૂરો ભરોસો છે જે રીતે તમે હંમેશા કરતા રહો છો એ રીતે તમે કોરાના ને લાત મારીને ફરીથી એકવાર મજબૂતીથી પાછા ફરશો. હું તમારા માટે ભગવાન પાસે પ્રાર્થના નહીં કરું પણ કોરોના  માટે જરૂરથી પ્રાર્થના કરીશ કે તમારા પર કરેલા હુમલામાં એ મરી જાય.
 

રામગોપાલ વર્માનો  અમિતાભ બચ્ચન (Amitabh Bacchan) માટેનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમને કદાચ જાણતાજ હશો  કે રામગોપાલ વર્મા અને અમિતાભ બચ્ચને સાથે મળીને ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં સરકાર, સરકાર - 3 , આગ જેવી આ ફિલ્મો લિસ્ટ માં છે. જેમાં આગ મુવી તો સદંતર નિષ્ફળ રહેલી

શનિવાર રાત્રે અભિનેતા અમિતાભ બચ્ચન અને એમનો અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન Corona Virus થી સંક્રમિત હોવાના ન્યુઝ ફેલાતા  એમના ચાહકો ને એક આંચકો લાગ્યો હતો એથી પણ વધારે રવિવારે સવારે એશ્વર્યા રાય બચ્ચન અને એમની પુત્રી આરાધ્યા
બચ્ચન પણ કોરોના સંક્રમિત હોવાના ના સમાચાર ફેલાતા બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગઈ હતી.



મિત્રો, તમને જો આ માહિતી સારી લાગી હોય તો અમને કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો. અને, આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેઈજ ચાલો કોઈ જાણી અને લાઈક કરો અને તમારા મિત્રો સગાં-સંબંધીઓ સાથે જરૂર થી શેર કરજો. 😊🙏 આભાર🙏 😊

નોંધ :- આ લખાણ ની કોપી કરતા પહેલ અમારી લેખિત મંજુરી લેવી જરુરી છે.
Author :- ChaloKaikJaniye Team
 

Post a Comment

વધુ નવું વધુ જૂનું